નાંદોદ તાલુકાના મયાસી ગામમાં એક જ પરિવારના વધુ ત્રણ કેસ પોઝિટિવ આવતા નર્મદામાં કુલ પાંચ કેસ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું

નાંદોદ તાલુકાના મયાસી ગામમાં એક જ પરિવારના વધુ ત્રણ કેસ પોઝિટિવ આવતા નર્મદામાં કુલ પાંચ કેસ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું
નાંદોદ તાલુકાના મયાસી ગામમાં એક જ પરિવારના વધુ ત્રણ કેસ પોઝિટિવ આવતા નર્મદામાં કુલ પાંચ કેસ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું
Advertisements 
રાજપીપળા: નાંદોદ તાલુકાના મયાસી ગામમાં એક જ પરિવારના વધુ ત્રણ કેસ આજે પોઝિટિવ આવતા નર્મદા જિલ્લામાં કુલ પાંચ કેસ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થઇ જવા પામ્યું હતું.  ૨૧મી મેના રોજ રાજપીપળા અને માયાસી થી ગામમાં બે કેસ પોઝિટિવ આવ્યા બાદ તેમના પરિવારોને હોમ કોરનાટાઈ  કરી કોવીદ  હોસ્પિટલમાં ફેસિલિટી કરાતા નાંદોદ તાલુકાના મયાસી  ગામના એક જ પરિવારના ત્રણ સદસ્યોને રાજપીપળા કોવીદ હોસ્પિટલમાં ફેસિલિટી  કોરન્ટાઈન કરાયા હતા.  

  મયાસી  ગામના ત્રણ સદસ્યો પ્રફુલભાઇ પટેલ (ઉમર વર્ષ 37 )પ્રફુલભાઇ પટેલ (ઉંમર વર્ષ 29) અને તેમનો પુત્ર કૃણાલ પ્રફુલભાઇ પટેલ (ઉંમર વર્ષ 11 )માતા પિતા અને પુત્ર અને ગળામાં દુખાવો અને તાવની ફરિયાદ કરતા પણ એના સેમ્પલ 24મીના રોજ વડોદરા સયાજી મોકલ્યા હતા તેમના ત્રણ પોઝીટીવ રીપોર્ટ આજે  આવતા ગામમાં ૪ પોઝીટીવ રીપોર્ટ આવ્યા હતા. 

 આજે રાજપીપળાનો એક કેસ પોઝિટિવ મળીને આજની તારીખે પાંચ કેસ નર્મદા જિલ્લામાં પોઝીટીવ આવ્યા  છે.  તમામને રાજપીપળા કોવીદ  હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યા છે . અગાઉ 13 કેસ  નોંધાયા હતા અને અત્યાર સુધીમાં કુલ નર્મદામાં પોઝિટિવ કેસનો આંકડો 18નો થયો છે જેમાંથી તે સાજા થઈ જતા તેમને રજા અપાઇ હતી. 

  નાંદોદ તાલુકાના મયાસી ગામને કન્ટેન્ટમેનટ ઝોન જાહેર કરી ગામના 55ઘરોના  289 લોકોને આવરી લેતા વિસ્તારને સીલ કરી દેવાયો છે, ટીમ દ્વારા પોઝિટિવ વિસ્તારમાં દરેક લોકોનું સો ટકા સ્ક્રિનિંગ કરાવ્યું છે.  આ વિસ્તારમાં બહારની વ્યક્તિ અંદર પ્રવેશી શકશે નહીં કે અંદરની વ્યક્તિ બહાર જઇ શકશે નહીં પરંતુ વિસ્તારમાં  સોશ્યલ ડિસ્ટન્સ ફરજિયાત રાખવામાં આવી છે. 

  નાંદોદ તાલુકાના મયાસી  ગામમાં પોઝિટિવ કેસના દર્દી સાગર વસાવાના સંક્રમણ કેસે બીજા ત્રણને સંક્રમિત  થયાનો કિસ્સો સામે આવ્યો છે.  તે અંગે એપેડેમીક ઓફીસના જણાવ્યા અનુસાર મયાસી ગામના સાગર વસાવા વેકેશનમાં અમદાવાદ તેના ફેમિલી સાથે ગયા હતા ત્યાં ફસાઈ ગયા હતા ત્યાં પ્રફુલ ભાઈ ના સંપર્કમાં આવ્યા હતા પ્રફુલભાઈ ટ્રાવેલિંગ ડ્રાઇવરની નોકરી કરતા હોય ત્યાં કામ ધંધા બંધ થઈ જતા પ્રફુલભાઈ તેમની ફેમિલી સાથે લોક ડાઉનમાં છૂટછાટ મળતા તેમનું ગામ  હોવાથી મયાસી આવ્યા હતા. 

  પ્રફુલભાઈ અમદાવાદના કોઈના સંપર્કમાં આવ્યા હતા પણ આ ગામમાં સાગરભાઇ સુરેશ વસાવા પોઝિટિવ આવતા તેમની સાથે આ ત્રણેયને પણ કોવીદમા દાખલ કરી દેવાયા હતા અને તેમને ગળામાં દુખાવા ની ફરિયાદ કરતા તેમના સેમ્પલ કાલે મોકલ્યા હતા આજે એક જ પરિવારના 3ના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર વધુ સઘન પગલાં લેવા શરૂ કરાયા છે. 
તસવીર રીપોર્ટ: જ્યોતિ  જગતાપ,  રાજપીપળા.
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

સાયક્લોન અમ્ફાન / પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત: CM મમતા બેનર્જીએ કહ્યું- આવી તબાહી નથી જોઈ; PM મોદીએ કહ્યું- મદદમાં કસર નહીં છોડીએ

કોરોના ગુજરાત LIVE / 24 કલાકમા નવા 361 કેસ અને 27 મોત, 515 દર્દી સાજા થયા, રાજ્યમાં કુલ 14829 કેસ અને મૃત્યુઆંક 905 થયો