રાજપીપળામાં મુસ્લિમ બિરાદરોને રમજાન ઈદ પોતાના ઘરમાં મનાવી
રાજપીપળામાં મુસ્લિમ બિરાદરોને રમજાન ઈદ પોતાના ઘરમાં મનાવી
રાજપીપળામાં મુસ્લિમ બિરાદરોને રમજાન ઈદ પોતાના ઘરમાં મનાવીઈદની નમાઝ પણ ઘરમાં જ અદા કરી મસ્જિદોમાં નમાઝ અદા કરવા કોઈ આવ્યું નહીં
કોરોના સંક્રમણથી બચવા એકબીજાને ગળે નહીં મળે કે હાથ મિલાવ્યા વગર સોશિયલ ડિસ્ટન્સ અને ફોનથી એકબીજાને ઇદ મુબારક પાઠવી
સોશિયલ મીડિયા દ્વારા ઈદ મુબારક પાઠવવાનો આખો દિવસ સિલસિલો ચાલુ રહ્યો
Advertisements
રાજપીપળા: રાજપીપળામાં આજે પહેલીવાર મુસ્લિમ બિરાદરોએ રમજાન ઈદ પોતાના ઘરોમાં જ મનાવી હતી, દર વખતે રાજપીપળાની મસ્જિદોમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઇદની નમાજ અદા કરી એકબીજાને ગળે મળી ઈદ મુબારક બાદી પાઠવતા હતા પણ આ વખતે કોરોના લોકડાઉન હોવાને કારણે ચાર થી વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ હોવાથી મસ્જિદોમાં મુસ્લિમો આજે નમાજ પઢવા આવ્યા ન હતા કે એકબીજાને ગળે મળ્યા ન હતા. પણ દરેક એ પોતાના ઘરે જ રહીને ઇદની નમાજ અદા કરી અને આજે કોરોનાના સંક્રમણથી બચવા એકબીજાને ગળે મળ્યા વગર કે હાથ મિલાવ્યા વગર સોશિયલ ડિસ્ટન્સથી અને ફોનથી એકબીજાને ઇદ મુબારક પાઠવ્યા હતા. આજે સોશ્યલ મિડિયા દ્વારા ઈદ મુબારક પાઠવવાનો આખો દિવસ સિલસિલો ચાલુ રહ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે ઇદનો ચાંદ દેખાતા આજે રાજપીપળા સહિત નર્મદા મુસ્લિમ બિરાદરોએ પોતાના ઘરોમાં ઈદ મનાવી હતી. તેની સામે હિંદુભાઈઓ એ પણ ફોનથી વીડિયો કોલિંગ થી તેમજ સોશિયલ મીડિયામાં વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર અને ઈ-મેલથી ઈદ મુબારક નો સંદેશો પાઠવ્યા હતા.
રાજપીપળામાં રવિવારે રમજાન ઈદ પૂર્વે મુસ્લિમ ભાઈઓ દ્વારા બજારમાં ધૂમ ખરીદી નીકળી હતી, રમજાન માસનો છેલ્લો દિવસ હોવાથી એક મહિના સુધી મુસ્લિમ બિરાદરોએ રોજા રાખી કુરાનનું પઠન કરી ખુદાની બંદગી કરી હતી.અને આજે ઈદ મનાવી હતી.પહેલીવાર કોરોના લોકડાઉનને કારણે મસ્જિદમાં મુસ્લિભાઈઓ ભેગા થયા નહોતા કે એકબીજાને ગળે પણ મળ્યા નહોતા અને પોતાના ઘરોમાં જ ઇદની નમાજ અદા કરી ઈદ મનાવી હતી.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️




Comments
Post a Comment