રાજપીપળા નગરપાલિકા વેરા વધારા મુદ્દે MLA આવ્યા મેદાનમાં, પોતાની જ પાર્ટીના સદસ્યોએ વેરા વધારો ઝીંકવાના ઠરાવને સમર્થન આપ્યુ છતાં પ્રજાજનોના હિતમાં C O ને પત્ર લખી વર્તમાન સમયમાં વેરા વધારાને અયોગ્ય ઠેરવ્યું
રાજપીપળા નગરપાલિકા વેરા વધારા મુદ્દે MLA આવ્યા મેદાનમાં, પોતાની જ પાર્ટીના સદસ્યોએ વેરા વધારો ઝીંકવાના ઠરાવને સમર્થન આપ્યુ છતાં પ્રજાજનોના હિતમાં C O ને પત્ર લખી વર્તમાન સમયમાં વેરા વધારાને અયોગ્ય ઠેરવ્યું
રાજપીપળા નગરપાલિકા વેરા વધારા મુદ્દે MLA આવ્યા મેદાનમાં પોતાની જ પાર્ટીના સદસ્યોએ વેરા વધારો ઝીંકવાના ઠરાવને સમર્થન આપ્યુ છતાં પ્રજાજનોના હિતમાં
C O ને પત્ર લખી વર્તમાન સમયમાં વેરા વધારાને અયોગ્ય ઠેરવ્યું
Advertisements
રાજપીપળા: રાજપીપળા નગરપાલિકા દ્વારા હાલ વેરા વધારા મુદ્દે કાર્યવાહી હાથ ધરાઈ છે.કોરોના મહામારી વચ્ચે લોકડાઉન અમલી બનાવ્યું છે, લોકોના ધંધા રોજગાર બંધ છે એવી સ્થિતિમાં રાજપીપળા પાલિકાની વેરા વધારવાની કાર્યવાહી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજપીપળા પાલિકાના 6 સભ્યો વેરો ન વધારવા મુદ્દે ઝૂંબેશ ચલાવી રહ્યા છે. અગાઉ ભરૂચ સાંસદે પણ રાજપીપળા શહેર ભાજપ અગ્રણીઓ સાથે વેરા વધારા મુદ્દે એક બેઠક કરી હતી, એ બેઠકમાં હાજર લોકોએ હાલમાં તો વેરો ન જ વધારવો જોઈએ અને જ્યારે પણ વધારે તો હાલના વેરા કરતા 10 % જેટલો જ વધારવો જોઈએ એવો મત આપ્યો હતો. રાજપીપળા પાલિકામાં વેરા ન વધારવા મુદ્દે 3000 જેટલી અરજીઓ આવી છે.ત્યારે નાંદોદના કોંગ્રેસી ધારાસભ્ય પી.ડી.વસાવાએ પણ વેરા વધારા મુદ્દે ફેર વિચારણા કરવા રાજપીપળા પાલિકા મુખ્ય અધિકારીને એક પત્ર લખી રજુઆત કરી છે.નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવાએ પત્રમાં જણાવ્યું છે કે હાલ કોરોના સંકટને લીધે લોકડાઉન અમલી બન્યું છે, લોકોના ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે, લોકો આર્થિક મુશ્કેલીમાં આવી ગયા છે.રાજપીપળા પાલિકા દ્વારા વેરા વધારવા બાબતે જે નિર્ણય લેવાઈ રહ્યો છે એ હાલના સમય માટે ઉચિત નથી. હાલના કપરા સમય માટે વેરા વધારવાની બાબત ફેર વિચારણા કરવાની જરૂર છે, તો નગરજનોને કોઈ આર્થિક સંકટ ન નડે એની કાળજી લઈ વેરા વધારા બાબતે ફેર વિચારણા થાય એવી મારી વિનંતી છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજપીપળા પાલિકા દ્વારા વેરા વધારવા મુદ્દે હાલમાં આરોપ - પ્રતિ આરોપ ચાલી રહ્યા છે, રાજકારણ પણ ગરમાયુ છે. આવનારી પાલિકા ચૂંટણીમાં વેરા વધારાનો મુદ્દો પરિણામ પર જરૂર અસર કરી શકે છે. ત્યારે શું નાંદોદ ધારાસભ્યના પત્ર બાદ પાલિકા ફેર વિચારણા કરવાની કાર્યવાહી કરશે ?!
આમ તો ખાસ કરીને ધારાસભ્ય પી ડી વસાવા કોઇ વાર વિવાદોમાં આવતા નથી પરંતુ વેરા વધારો ઝીંકવાના મુદ્દે વિરોધ નગરજનોમાં જોવા મળી રહ્યો છે તે જોઇ તેમજ કોગ્રેસ પાર્ટીના સદસયો એ ઠરાવને ટેકો આપી કોગ્રેસની ફજેતી કરી હોવાનું લોકોમાં ચર્ચાતા તેઓએ વેરા વધારો ઝીંકવાના નિર્ણયનો વિરોધ કર્યો છે.
પ્રતિનિધિ રાજપીપળા: આશિક પઠાણ
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️




Comments
Post a Comment