નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના તરોપા PHC ના મેડિકલ ઓફિસર ડો.સંકેત જૈન પોતાની ફરજ પર ગેરહાજર જણાતા નોટિસ

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના તરોપા PHC ના મેડિકલ ઓફિસર ડો.સંકેત જૈન પોતાની ફરજ પર ગેરહાજર જણાતા નોટિસ
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના તરોપા PHC ના મેડિકલ ઓફિસર ડો.સંકેત જૈન પોતાની ફરજ પર ગેરહાજર જણાતા નોટિસ

તારોપા PHC સેન્ટરના ડોકટર ડો સંકેત જૈન રજા લીધા વિના ઘરે જતા રહેતા બીએચઓએ કરી લાલ આંખ
Advertisements 
રાજપીપળા: હાલ કોરોના સંદર્ભે લોકડાઉન ચાલી રહ્યુ છે ત્યારે આરોગ્ય વિભાગના કર્મચારીઓ ને હેડક્વાર્ટર છોડવાની પરવાનગી નથી .બીજી તરફ મેડિકલ સ્ટાફ 24કલાક  ખડેપગે સેવા આપી રહ્યા છે ત્યારે નાંદોદ તાલુકા ના એક તબીબ ફરજ પોતાની ફરજ પર ગેર હાજર રહેવાનો કિસ્સો સામે આવ્યો છે. એક તરફ કોરોનાના દર્દીઓની સારવાર માટે આરોગ્ય વિભાગ દિવસ રાત એક કરી રહ્યું છે.આરોગ્ય કર્મચારીઓ પોતાના પરિવારથી મહિનાઓ સુધી દૂર રહી ગુજરાતના વિવિધ વિસ્તારમાં કોરોનાના દર્દીઓની સારવાર કરી રહ્યા છે, ત્યારે બીજી બાજુ નર્મદા જિલ્લાના તરોપા PHC ના મેડિકલ ઓફિસર ડો.સંકેત જૈન પોતાની ફરજ પર ગેરહાજર જણાતા PHC સેન્ટરમાં ડોકટર હાજર ન  મળતા કેટલાક દર્દીઓ અટવાયા હતા.

  નાંદોદ તાલુકા આરોગ્ય અધિકારીએ આ મામલે જિલ્લા આરોગ્ય અધિકારીને લેખિત જાણ કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવતા ચકચાર મચી જવા પામી છે. 

  નર્મદા જિલ્લા કલેકટરની સૂચનાછે કે  કોરોનાની મહામારીના કપરા સમયગાળામાં કોઈ પણ અધિકારીએ પોતાનું હેડક્વાર્ટર પૂર્વ મંજૂરી વિના છોડવું નહિ, સાથે સાથે અન્ય શહેરોમાંથી અપડાઉન પણ કરવું નહીં. તેમ છતાં અમુક આરોગ્ય અધિકારીઓ નર્મદા કલેકટરના આ આદેશનુ ઉલ્લંઘન કરતા હોવાનું પ્રકાશમાં આવ્યુ હતુ. આ તબીબ  હેડ ક્વાર્ટર પર હાજર ન રહેતા હોવાની બુમો ઉઠી હતી. જેને પગલે નાંદોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો.એ.કે.સુમન પોતાના વિસ્તારની આકસ્મિક વિઝીટમાં નીકળ્યા હતા. એ દરમિયાન  તરોપા PHC ના મેડિકલ ઓફિસર ડો.સંકેત જૈન પોતાના હેડ ક્વાર્ટર પર ગેરહાજર જણાયા હતા. અચાનક ચેકીંગ દરમ્યાન તેઓ પોતાના વતન જતા રહ્યા હોવાનું બહાર આવ્યુ હતુ.

  તેથી તરત ડો.એ.કે.સુમને આ સંદર્ભે નર્મદા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો.કે.પી.પટેલને લેખિત જાણ કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવી  હેડ ક્વાર્ટર પર ગેરહાજર હોવાનો રિપોર્ટ કર્યો છે.

 આ અંગે નાંદોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો.એ.કે.સુમને જણાવ્યું હતું કે હું જ્યારે તરોપા PHC પર ગયો ત્યારે ડો.સંકેત જૈન ફરજ પર હાજર હતા નહિ. મે આ મામલે નોટિસ આપી છે.એ આવશે તો એમને ફેસિલિટી કોરોનટાઇન કરવામાં આવશે.

રિપોર્ટ : દીપક જગતાપ , રાજપીપળા
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

સાયક્લોન અમ્ફાન / પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત: CM મમતા બેનર્જીએ કહ્યું- આવી તબાહી નથી જોઈ; PM મોદીએ કહ્યું- મદદમાં કસર નહીં છોડીએ

કોરોના ગુજરાત LIVE / 24 કલાકમા નવા 361 કેસ અને 27 મોત, 515 દર્દી સાજા થયા, રાજ્યમાં કુલ 14829 કેસ અને મૃત્યુઆંક 905 થયો