કોરોના World LIVE / કુલ 55.57 લાખ લોકો સંક્રમિત, જાપાનમાં મેડિકલ ઈમરજન્સી હટી,પણ ભારત સહિત 111 દેશ પર મુસાફરીને લગતો પ્રતિબંધ જારી રહેશે

કોરોના World LIVE / કુલ 55.57 લાખ લોકો સંક્રમિત, જાપાનમાં મેડિકલ ઈમરજન્સી હટી,પણ ભારત સહિત 111 દેશ પર મુસાફરીને લગતો પ્રતિબંધ જારી રહેશે

જાપાનની રાજધાની ટોક્યોમાં સોમવારે એક મોટી સ્ક્રીન પર પ્રધાનમંત્રી શિજો અબેના સંબોધનને લોકો સાંભળી રહ્યા છે. સરકારે અહીં મેડિકલ ઈમર્જન્સી તો હટાવી લીધી છે પણ ટ્રાવેલ બેન જારી રાખ્યો છે
Advertisements 
વોશિંગ્ટન: કોરોનાને પગલે વિશ્વમાં અત્યાર સુધીમાં 55 લાખ 57હજાર 423લોકો સંક્રમિત છે. જ્યારે 23 લાખ 33હજાર 252લોકો સાજા થઈ ગયા છે. જોકે મોતનો આંકડો 3 લાખ 48હજાર 313 થયો છે. જાપાને સોમવારે બે મહત્વના નિર્ણય લીધા. પહેલો-એક મહિનાથી જારી નેશનલ ઈમર્જન્સી હટાવવામાં આવી છે. બીજો-મુસાફરીને લગતો પ્રતિબંધ જારી રહેશે. ભારત સહિત 111 દેશનો તેમા સમાવેશ થાય છે.જાપાનના વડાપ્રધાન શિંજો આબેએ દેશમાંથી ઈમરજન્સી હટાવવાની જાહેરાત કરી હતી.જોકે જાપાનના નાગરિક કેટલીક શરતો સાથે પરત ફરી શકે છે.
અમેરિકાએ બ્રાઝીલથી આવવાપર પ્રતિબંધ લગાવ્યો
વિશ્વભરમાં જ્યારે કોરોના સંક્રમણના કેસ 55 લાખને પાર કરી ચુક્યા છે ત્યારે અમેરિકાએ લોકડાઉનમાં રાહત આપી છે. આ સંજોગોમાં સંક્રમણનું જોખમ વધી ગયું છે. કોરોનાથી અમેરિકા બાદ બ્રાઝીલ સૌથી વધારે અસરગ્રસ્ત છે. આ સંજોગોમાં અમેરિકાએ બ્રાઝીલથી આવનારા યાત્રીઓ પર પ્રતિબંધ મુક્યો છે.
કોરોનાવાઈરસઃ 10 સૌથી વધુ પ્રભાવિત દેશ
દેશકેટલા સંક્રમિતકેટલા મોતકેટલા સાજા થયા
અમેરિકા1,697,69199,636456,595
બ્રાઝીલ367,90622,965149,911
રશિયા353,4273,633118,798
સ્પેન282,85228,7521,96,958
બ્રિટન 261,18436,914ઉપલબ્ધ નથી
ઈટલી 230,15832,877141,981
ફ્રાન્સ182,94228,432161,200
જર્મની180,6458,405161,200
તુર્કી157,8144,369120,015
ભારત144,9414,17260,706
આ આંકડાઓ https://www.worldometers.info/coronavirus/માંથી લેવામાં આવ્યા છે.

અમેરિકા કોરોનાની પ્રથમ વેક્સીન બનાવશે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ બ્રાયને દાવો કર્યો કે કોરોનાની વેક્સીન સૌથી પહેલા અમેરિકા બનાવશે. અમે થેરેપી અને રસી બનાવવા માટે મહેનત કરી રહ્યાં છે. વેક્સીન બન્યા બાદ અમે તેને માત્ર અમેરિકા જ નહિ પરંતુ સમગ્ર વિશ્વને આપીશું. જોકે તેમણે એ વાતથી ઈન્કાર કર્યો નથી કે ચીન તેના માટે વેક્સીન ચોરવાની કોશિશ કરશે.
બ્રાઝીલ: 3.63 લાખ સંક્રમિત
બ્રાઝીલમાં સંક્રમણના મામલા 3 લાખ 65 હજાર 213 થઈ ગયા છે. જ્યારે 22 હજાર 746 લોકોના મોત થઈ ચૂક્યા છે. અહીં એક દિવસમાં સંક્રમણના 16 હજાર 220 મામલાઓ પ્રકાશમાં આવ્યા છે, જ્યારે 703 લોકોના મોત થયા છે.


બ્રાઝીલમાં પ્રતિબંધોને લઈને પ્રદર્શન કરી રહેલા રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોના સમર્થક.

અમેરિકામાં 24 કલાકમાં 638 લોકોના જીવ ગુમાવ્યા
અમેરિકામાં એક જ દિવસમાં 638 લોકોના મોત થયા છે. દેશમાં મરનારાઓની સંખ્યા 99 હજાર 300 થઈ છે. અહીં સંક્રમિતોની સંખ્યા 16 લાખ 86 હજાર 436 થઈ છે. જ્યારે ન્યુયોર્કમાં સંક્રમણના 3 લાખ 71 હજાર 193 કેસ થઈ ચૂક્યા છે. અમેરિકા બ્રાઝીલને 1000 વેન્ટિલેટર્સ ડોનેટ કરી રહ્યું છે. અમેરિકાની સરકારે કહ્યું છે કે ઝડપથી ડિફેન્સ અને બિઝનેસમાં બંને દેશો વચ્ચેની પાર્ટનરશીપને વધુ મજબુત કરવામાં આવશે.


મેમોરિયલ ડે વિકેન્ડ દરમિયાન ન્યુયોર્કના કોની આઈલેન્ડ પર બેઠેલા લોકો. રાજ્યમાં સંક્રમણના 3.71 લાખ મામલાઓ પ્રકાશમાં આવ્યા છે.

ચીલીઃ 70 હજાર કેસ
ચીલીમાં સંક્રમણના મામલાઓ સતત વધી રહ્યાં છે. વધતી દર્દીઓની સંખ્યાના કારણે અહીં સ્વાસ્થ્ય વ્યવસ્થા પર પણ દબાણ વધી ગયું છે. દેશમાં અત્યાર સુધીમાં 70 હજારથી વધુ મામલાઓ પ્રકાશમાં આવ્યા છે, અહીં 700 લોકોના મોત થયા છે. રાજધાની સૈંટિયાગોમાં પ્રતિબંધને સખ્ત કરવામાં આવ્યા છે.


ચીલીમાં સરકારા દ્વારા લોકોને ફૂડ પાર્સલ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યાં છે.

બ્રિટિશ PMએ સલાહકારનો બચાવ કર્યો
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને લોકડાઉનના ઉલ્લંઘનના આરોપોને લઈને મુખ્ય સલાહકાર ડોમિનિક કુમિંગનો બચાવ કર્યો છે. જોનસને કહ્યું કે આવી સ્થિતિમાં કોઈ પણ પિતા આમ જ કરે છે. ડોમિનિક માર્ચના અંતમાં તેમની પત્નિ પોઝિટિવ આવ્યા બાદ તેમના બાળકોને લઈને લંડનથી ડરહમ ગયા. જેથી બાળકોને દેખરેખ રાખી શકાય.
બ્રિટનઃ 1 જૂનથી ખુલશે સ્કુલ
વડાપ્રધાન બોરિસ જોનસને રવિવારે રાતે પ્રેસ કોન્ફોરન્સ કરી હતી. તેમા પોતાના સહયોગીને પદ પરથી હટાવવાની માંગણીને ફગાવી દીધી હતી, જેની પર લોકડાઉનના ઉલ્લંઘનનો આરોપ છે. આ સિવાય તેમણે કહ્યું કે 1 જૂનથી સ્કુલ શરૂ થશે. કેટલીક સ્કૂલ 15 જૂનથી શરૂ થશે. તેના માટે સખ્ત ગાઈડલાઈન્સ પણ બહાર પાડવામાં આવી છે. ક્લાસીસમાં બાળકોની સંખ્યા નક્કી કરવામાં આવશે. સેનિટાઈઝેશનની યોગ્ય વ્યવસ્થા હશે. આઉટડોર એક્ટિવિટી વધારવામાં આવશે. જો કોઈ સ્ટાફક કે બાળક શંકાસ્પદ દેખાય તો તાત્કાલિક ટેસ્ટ કરાવવામાં આવે.
ઈઝરાયલઃ 4 દિવસમાં કોઈ મોત નથી
ન્યુઝ એજન્સી સિન્હુઆના જણાવ્યા મુજબ સંક્રમણના કારણે ચાર દિવસમાં એક પણ મોત થયું નથી. 20 મેના રોજ અંતિમ મોત થયું હતું. અહીં મરનારાઓની સંખ્યા 279 થઈ છે. દેશમાં સંક્રમણના પાંચ નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. કુલ આંકડાઓ વધીને 16 હજાર 717 થયા છે. અહીં 7 માર્ચ બાદ સૌથી સંખ્યા છે. સ્વાસ્થ્ય મંત્રીએ રવિવારે કહ્યું કે ચાલુ પ્રતિબંધોમાં 14 જૂનથી રાહત આપવામાં આવશે. ડ્રામા, ફિલ્મ અને શો લોકો માટે ફરીથી શરૂ થશે. આ દરમિયાન લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાનું રહેશે એટલે કે માસ્ક પહેરવું પડશે.
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

સાયક્લોન અમ્ફાન / પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત: CM મમતા બેનર્જીએ કહ્યું- આવી તબાહી નથી જોઈ; PM મોદીએ કહ્યું- મદદમાં કસર નહીં છોડીએ

કોરોના ગુજરાત LIVE / 24 કલાકમા નવા 361 કેસ અને 27 મોત, 515 દર્દી સાજા થયા, રાજ્યમાં કુલ 14829 કેસ અને મૃત્યુઆંક 905 થયો